મુખ્ય સમાચાર
News of Tuesday, 30th January 2018

ICC અંડર-૧૯ વર્લ્ડકપ

પાક.ને ધૂળ ચાટતુ કરી ભારત વટભેર ફાઇનલમાં

પાકિસ્તાનનું ૬૯ રનમાં જ ફીંડલુઃ ભારતનો ૨૦૩ રને ધમાકેદાર વિજય શુભમન ગીલે શાનદાર સદી (૧૦૨) ફટકારી : ઈશાન પોરલએ ૪ વિકેટ ખેરવી

ક્રાઈસ્ટચર્ચઃ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપનો બીજા સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાને ૨૦૩ રનથી હરાવ્યું છે. ભારતે પાકિસ્તાન સામે ૨૭૩ રનનું લક્ષ્ય મૂકયું હતું પણ પાકિસ્તાનનો એક પર પ્લેયર આ ટાર્ગેટ સામે ટકી શકયો નહીં. અને ધડાધડ વિકેટો પડવાથી અમુક કલાકોમાં જ રિઝલ્ટ સામે આવી ગયું છે. ભારતની બેટિંગ દરમિયાન શુભમન ગિલ ૧૦૨ રનની શાનદાર ઈનિંગ રહીને નોટ આઉટ રહ્યો હતો. ગિલે અંતિમ બોલ પર પોતાની સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી. ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૭૩ રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતે આપેલા લક્ષ્ય સામે પાકિસ્તાનની ટીમ માત્ર ૬૯ રન બનાવવામાં સફળ રહી હતી.

 

શુભમન ગિલની શાનદાર સેન્ચ્યુરી અને ઈશાન પોરેલની દમદાર બોલિંગ સામે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સફાયો થઈ ગયો. ન્યુઝિલેન્ડના ક્રાઈસ્ટર્સમાં રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારત તરફથી ઈશાંત પોરેલે ૪ અને રયાન પરાગ અને શિવાસિંહે ૨-૨ વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન નઝીરે ૧૮ બનાવ્યા છે. ટૂર્નામેન્ટની ૩ ફેબ્રુઆરીએ યોજાનારી ફાઈલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ઉતરશે.

૨૭૩ રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ સારૃં પ્રદર્શન ન કરી શકી. ચોથી ઓવરમાં મોહમ્મદ જાયદ આલમ ૭ રન બનાવીને આઉટ થયો. ઈશાન પોરેલની બોલિંગમાં શિવમ માવીએ કેચ કર્યો અને પાકિસ્તાને વિકેટ ગુમાવી. પોરેલના લેગ સ્ટમ્પ પર આવેલા ફૂલ બોલને તેણે ફાઈન લેગમાં રમવાની કોશિશ કરી પણ બાઉન્ડ્રી પર ઉભેલા માવીએ શાનદાર કેચ ઝડપી લીધો. પાકિસ્તાનને આ ઝાટકો સંભાળ્યો નહોતો ત્યાં તો બીજો ઓપનિગ બેટ્સમેન ઈમરાન શાહ પણ પેવેલિયન ભેગો થઈ ગયો. ઓફ સ્ટમ્પ પર પડેલા ગુડ લેન્થ બોલ પર ડાબોડી બેટ્સમેને કટ શોટ રમવાની કોશિશ કરી પણ બોલ બેટને અડીને ગલીમાં ઉભેલા પૃથ્વી શોના હાથમાં ગયો અને પૃથ્વીએ કોઈ ભૂલ ન કરી.

આ પછી ભારતીય બોલર્સે મેચને પોતાની પક્કડમાં રાખી. ઈમરાન પછી પાકિસ્તાને જાયરાબ આસિફની વિકેટ ગુમાવી. ભારતીય બોલર્સ નાગરકોટિ, શિવમ માવી, ઈશાન પોરેલની તિકડીએ પાકિસ્તાનના ટોપ ઓર્ડરને ઢેર કરી નખ્યા.

૨૦ના સ્કોર પર પાકિસ્તાનને ત્રીજો ઝાટકો વાગ્યો ત્યારે અલી આસિફ માત્ર ૧ રન બનાવીને પોરેલનો ત્રીજો શિકાર બન્યો અને આલમને આઉટ કરીને પોરેલે ભારતને ચોથી સફળતા અપાવી.ભારતીય બોલર્સે પાકિસ્તાન પર દબાણ યથાવત રાખ્યું અને એક પછી એક બેટ્સમેનને ચાલતા કર્યા.

આ પહેલા ભારતના શુભમન ગિલે નોટ આઉટ રહીને ૧૦૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી. શુભમને મેચના અંતિમ બોલ પર શદી પૂર્ણ કરી હતી. આ અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત તરફથી આ પહેલી શદી પણ છે.

બેટિંગની દૃષ્ટિએ પિચ પર ભારતીય ઓપનર્સે સારી શરુઆત કરી. પૃથ્વી શાઙ્ખએ ૪૨ રન બનાવ્યા. તો મનજોત કાલરાએ ૪૭ રન બનાવ્યા હતા. આ પહેલા ટોસ જીતીને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પહેલા અંડર-૧૯ સ્તર પર હજુ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી મેચમાં ભાતે ૧૨ જીત મેળવી છે. જયારે પાકિસ્તાને ૮ મેચમાં જીત મેળવી છે. પાછલી વખતે બન્ને ટીમો ૨૦૧૪જ્રાક્નત્ન અંડર-૧૯ વર્લ્ડકપમાં આમને સામને આવી હતી. ભારતે આ મેચમાં ૪૦ રનથી જીત મેળવી હતી.(૩૭.૨)

 

(10:58 am IST)