મુખ્ય સમાચાર
News of Friday, 29th December 2017

રાજ્યસભામાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતનો મુદ્દો ગાજ્યો :સભાપતિ વૈંક્યાનાયડું બોલ્યા 'મેં પણ એડ જોઈને પ્રોડક્ટ ઓર્ડર કરી દીધો ''

આવી જાહેરાતો માટે કન્ઝ્યૂમર અફેર મિનિસ્ટ્રીને લેટર લખ્યો છે:નાયડુ

   નવી દિલ્હી :રાજ્યસભામાં સપા સાંસદ નરેશ અગ્રવાલે ગેરમાર્ગે દોરનાર જાહેરાતોનો મુદ્દો ઉઠાવ્યો હતો તે બાબતે સભાપતિ વેંકૈયા નાયડૂએ ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આવી જાહેરાતો માટે કન્ઝ્યૂમર અફેર મિનિસ્ટ્રીને લેટર લખ્યો છે જાહેરાત હકીકતથી તદ્દન દૂર હોય છે. ઉપરાષ્ટ્રપતિએ એક કિસ્સાનો ઉલ્લેખ કરતા સદનમાં કહ્યું કે, મેં પણ 28 દિવસમાં વજન ઘટાડવાની એડ જોઇ અને પ્રોડક્ટ ઓર્ડર કરી દીધો. જેની કિંમત 1230 રૂપિયા હતી. જ્યારે પેકેટ ખોલ્યું તો તેમાં અસલી દવા મંગાવવા માટે 1 હજાર રૂપિયા વધુ પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ જાણકારી એકઠી કરી તો જાણવા મળ્યું કે બધું અમેરિકાથી થઇ રહ્યું છે.

(11:50 pm IST)