મુખ્ય સમાચાર
News of Tuesday, 29th November 2022

ઠોકો તાલીઃ સિધ્ધુ ૨૬ જાન્યુઆરીએ જેલમુકત થશેઃ ૬ મહિનાથી અંદર છે

સારા આચરણ બદલ જેલમાંથી થશે છુટકારો

 

પટિયાલા, તા.૨૯: ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં એક વર્ષની સજા કાપી રહેલા નવજોત સિંહ સિદ્ધુને મોટી રાહત મળી શકે છે. સારા આચરણના કારણે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધુ ગણતંત્ર દિવસના અવસર પર જેલમાંથી મુકત થઈ શકે છે.જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ ૬.૫ મહિનાની સજા ભોગવી ચૂક્યા છે. નિયમો અનુસાર, તમામ બાબતો સિદ્ધુની તરફેણમાં છે જેથી તેમને રાહત મળે. પ્રજાસત્તાક દિવસના અવસર પર કેદીઓને તેમના સારા વર્તન માટે મુકત કરવાની ભલામણ કરતા પંજાબ સરકારને જેલ પ્રશાસન દ્વારા મોકલવામાં આવેલા સકારાત્મક અહેવાલમાં નવજોત સિંહ સિદ્ધુનું નામ પણ સામેલ છે.નવજોત સિંહ સિદ્ધુનું જેલમાં વર્તન સારું હોવાનું જાણવા મળ્યું છે. કારકુન તરીકે તેને જેલનું કામ સોંપવામાં આવ્યું હતું. જેલમાં નિયમો હોવા છતાં તેણે કોઈ રજા પણ લીધી ન હતી, જેના કારણે છૂટનો તેમનો દાવો મજબૂત થઈ રહ્યો છે. જો કે હવે બોલ પંજાબ સરકારના કોર્ટમાં છે. અંતિમ નિર્ણય તેમને લેવાનો છે.

(4:06 pm IST)