મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં ઉહાપોહ

મોડી રાત્રે ઈન્કવાયરી કાઉન્ટર પરથી ડિમ્પલ યાદવ ઝિંદાબાદના નારા લાગ્યા:જાહેરાત કરાઈ કે, રેલ્વે યાત્રીઓને વિનંતી છ કે, ડિમ્પલ ભાભીને મત આપે.

મૈનપુરી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર ડિમ્પલ યાદવના સમર્થનમાં ઇટાવા રેલવે સ્ટેશનના ઈન્કવાયરી કાઉન્ટર પરથી પ્રચાર કરાતાં વિવાદ સર્જાયો છે.  મોડી રાત્રે ઈન્કવાયરી કાઉન્ટર પરથી ડિમ્પલ યાદવ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ત્યાર પછી જાહેરાત કરાઈ હતી કે, રેલ્વે યાત્રીઓને વિનંતી છ કે, ડિમ્પલ ભાભીને મત આપે

 રેલવે અધિકારીઓને આ વાતની જાણ થતાં હોબાળો મચી ગયો હતો અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.  સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ગાજતાં અડધી રાત્રે  સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો. શનિવારે રાત્રે 10.50 કલાકે ડિમ્પલ યાદવ ઝિંદાબાદના નારા  સાંભળીને ઘણા મુસાફરોએ વિરોધ પણ કર્યો હતો.

આ વાતની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે. તેમના મતે આ  ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે પણ કોની સામે પગલા લેવાં એ અંગે અધિકારીઓ મૂંઝવણમાં છે. નારા લગાવનારા કોણ હતા તેની તપાસ કરવા માટે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.

(1:00 am IST)