મુખ્ય સમાચાર
News of Monday, 29th November 2021

ઉતરાખંડના ધારાસભ્‍યની હત્‍યાનો કેસ : ઉત્તરાખંડ હાઇકોર્ટ બીજા આરોપીને પણ શંકાનો લાભ આપી છોડી મુક્‍યો : આ અગાઉ યુ.પી.ના પૂર્વ મિનીસ્‍ટર ડી.પી. યાદવને શંકાનો લાભ આપી આરોપ મુકત કર્યા હતા

ઉત્તરાખંડ : ઉત્તરાખંડના ધારાસભ્‍ય મહેન્‍દ્રસિંઘ ભાટીની હત્‍યા કરવાના બીજા આરોપી પાલસિંઘને નામદાર કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્‍યો છે. સ્‍પેશ્‍યલ સી.બી.આઇ. કોર્ટે ર૦૧પ ની સાલમાં આરોપીને દોષિત ગણાવ્‍યો હતો. તે ચુકાદો હાઇકોર્ટ ચીફ જસ્‍ટીસ આર. એસ. ચૌહાણની બેન્‍ચે અમાન્‍ય ગણી ઉપરોકત ચૂકાદો આપ્‍યો છે.

આ અગાઉ યુ.પી.ના પૂર્વ મીનિસ્‍ટર ડી.પી. યાદવને પણ નામદાર કોર્ટે શંકાનો લાભ આપી મુકત કર્યા હતા. જે મુજબ કોર્ટે નોધ્‍યુ હતું કે ફરીયાદી પક્ષ આરોપ સાબિત કરવામાં સફળ થયેલ નથી. માત્ર શંકાના આધારે આરોપીને દોષિત ગણી શકાય નહીં. પૂર્વ મીનીસ્‍ટર ઉપર હત્‍યાનું ષડયંત્ર રચાવાનો આરોપ હતો.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ધારાસભ્‍ય મહેન્‍દ્રસિંહ  ભાટીની ૧૯૯રની સાલમાં હત્‍યા થઇ હતી. જેની તપાસ પોલીસ તંત્રને સોંપાઇ હતી. બાદમાં સી.બી.આઇ.ને તપાસ સોંપવામાં આવી હતી. તેવું બી.એન્‍ડ. બી. દ્વારા જાણવા મળે છે.

(10:50 pm IST)