મુખ્ય સમાચાર
News of Monday, 29th November 2021

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોન ની વધતી દહેશતના લીધે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે જે 1 ડિસેમ્બરથી અમલી બનશે : મુસાફરી પહેલાં 14 દિવસની મુસાફરીની વિગતો સબમિટ કરવાનો અને એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો આદેશ કર્યો

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, 'જોખમ ધરાવતા દેશો'ના પ્રવાસીઓએ ભારતમાં આગમન પછી કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે. જો આ ટેસ્ટ નેગેટિવ આવશે તો તેઓને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરાશે. 8મા દિવસે ફરીથી તેમનું પરીક્ષણ કરાશે અને જો આ પરિણામ નેગેટિવ આવે, તો પણ તે વ્યક્તિને આગામી 7 દિવસ માટે વધુ સ્વ-નિરીક્ષણ હેઠળ રખાશે.

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ 'જોખમ ધરાવતા દેશો' સિવાયના દેશોના પ્રવાસીઓને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે અને 14 દિવસ સુધી આવા યાત્રીઓએ સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે. વિદેશથી આવતી આવી કુલ ફ્લાઇટ મુસાફરોના 5% રેન્ડમ મુસાફરોએ આગમન સમયે એરપોર્ટ પર પરીક્ષણમાંથી ફરજીયાત  પસાર થવું પડશે.

(9:52 pm IST)