મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

અક્ષયકુમારની ફિલ્મ બેલ બોટમના કાસ્ટિંગ ડાયરેક્ટર સહીત બે વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

આયુષે લગ્નની લાલચ આપી ઘણા સમય સુધી તેની સાથે રેપ કર્યો: પીડિતાનો આરોપ

મુંબઈ: અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બોટમના કાસ્ટિંગ ડાયરેક્ટર આયુષ તિવારી અને તેના રૂમમેટ રાકેશ શર્મા સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


પીડિતા એક્ટ્રેસ તરીકે કામ કરે છે જેણે ઘણી ફિલ્મો અને ઓટીટી વેબસીરીઝમાં કામ કર્યું છે. પીડિતાનો આરોપ છે કે આયુષે લગ્નની લાલચ આપી ઘણા સમય સુધી તેની સાથે રેપ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના મિત્ર રાકેશ પાસે ફરિયાદ લઈને ગઈ તો તેણે પણ રેપ કર્યો.

(11:05 pm IST)