મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

ઓક્સફોર્ડની વેક્સિન ટ્રાયલ માટે વધારે ડેટાની જરુર : WHO

ટ્રાયલ માટે જે ડેટા મળ્યો છે તે પૂરતો નથી : WHO : વૈજ્ઞાનિકોએ રસીના વધારે ડેટાની જરુર હોવાનું જણાવ્યું છે ત્યારે રસીને બજારમાં આવતા વધારે રાહ જોવી પડશે?

જિનેવા, તા. ૨૯ : ઓક્સફોર્ડ કોરોના વેક્સીનની ટ્રાયલનો વધારે ડેટાની જરુર પડશે. ડબલ્યુએચઓનું માનવું છે કે ટ્રાયલ માટે જે ડેટા મળ્યો છે તે પૂરતો નથી. એક તરફ જ્યારે અસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને ઘાતક બીમારી સામે લડવા માટે સૌથી સફળ માનવામાં આવે છે ત્યારે રસીને આવતા હજુ વધારે સમય લાગી શકે છે. એટલે કે રસી માટે જે ડેટા પૂરો પાડવામાં આવ્યો છે તેની સામે એક્સપર્ટ્સ સંતુષ્ટ થવા માટે વધારે ડેટાની જરુર છે.

અમેરિકામાં એક્સપર્ટ્સને વેક્સીન પર ચિંતા જાહેર કર્યા બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે-સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના વૈજ્ઞાનિકોએ તેની સુરક્ષા અને અસરની અટકળો લગાવવા માટે વધારે ડેટાની જરુર હોવાનું જણાવ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સર જૉન બેલે જણાવ્યું છે કે, પ્રેસ રીલિઝ દ્વારા વૈજ્ઞાનિકોના પરિણામોની જાહેરાતમાં સમસ્યા રહેતી હોય છે અને સમસ્યા એ છે કે તમારી પાસે પૂરતો ડેટા નથી હોતો અને તેને જોઈને સમજી શકાતું નથી.* ડબલ્યુએચઓમાં ઈમ્યુનાઈઝેશન, વેક્સીન અને બાયોલોજિક્સ ડિરેક્ટર કેટ જો બ્રાયને પણ બેલ સાથે સહમતિ દર્શાવી છે. કેટે કહ્યું છે, પ્રેસ રીલિઝમાં માત્ર પ્રાથમિક માહિતી આપવામાં આવે છે અને વેક્સીન ઈમ્યુન રિસ્પોન્સ કઈ રીતે પેદા કરે છે, તેની જેમ અન્ય માહિતીની પણ જરુર હોય છે. જિનેવા હેડક્વાર્ટરમાં પ્રેસ બ્રિફિંગ દરમિયાન કેટે જણાવ્યું કે પ્રેસ રીલિઝ વિશે જે સમજવામાં આવી રહ્યું છે, તેમાં ઘણી રસપ્રદ બાબત સામે આવી રહી છે, તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સ્વામિનાથને કહ્યું છે, AstraZenecaના ટ્રાયલના આંકડાના કોઈ પરિણામ સુધી પહોંચવા માટે પુરતા નથી. જણાવી દઈએ કે વેક્સીનના ઓછા ડોઝમાં ૩૦૦૦થી ઓછા વોલેન્ટિયર્સે જોડાયા હતા, જોકે મોટી ટ્રાયલમાં ૮૦૦૦ કરતા ઓછા વોલેન્ટિયર્સ જોડાયા હતા. સ્વામિનાથન મુજબ ઓછા ડોઝની સાથે સારી અસર માટે ટ્રાયલની જરુર હોય છે.

(7:28 pm IST)