News of Sunday, 29th November 2020
સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રાહુલ રોય ઉપર બ્રેઇન સ્ટ્રોકનો હુમલો
રાહુલ શ્રીનગરમાં ફિલ્મ 'કારગિલ' નું શૂટિંગ કરી રહ્યો હતો: મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયો
મુંબઈ : સુપરહિટ મ્યુઝિકલ ડ્રામા-ફિલ્મ આશિકીથી જાણીતા બનેલા અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે રાહુલ શ્રીનગરમાં ફિલ્મ 'કારગિલ' નું શૂટિંગ કરી રહ્યો હતો.
(7:02 pm IST)