મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

‘નિવાર વાવાઝોડુ’ ગ્રામજનો માટે લાવ્યું 'અચ્છે દિન’ : દરિયા કિનારે સોનાના ટુકડા મળતા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

ગત મહિને ભારે વરસાદના કારણે કિનારે આવેલા કેટલાક ઘરો અને જૂના મંદિરો પાણીમાં વહી ગયા હતા. તેમાંથી જ આ સોનાના નાના-નાના ટૂકડા હોઈ શકે છે : પોલીસનું તારણ

નવી દિલ્હી : નિવાર” વાવાઝોડું કેટલાક લોકો માટે મુસિબત બનીને આવ્યું, તો કેટલાકની કિસ્તમ પણ ચમકાવી રહ્યું છે. આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના કાકીનાડાના સમુદ્ર કિનારે કુદરતે વેરેલા વિનાશ વચ્ચે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે. જેને જોઈને સૌ કોઈ દંગ થઈ ગયું છે. કિનારે લોકોને સોનાના નાના-નાના ટૂંકડા મળી આવ્યાં છે. જે બાદ સેંકડોની સંખ્યામાં ગ્રામજનો સોનું શોધવા માટે કિનારે પહોંચી ગયા.હતા 

સોનાના ટૂકડા મળવાની ખબર જેવી ફેલાયી કે, તરત જ ભારે વરસાદ અને કાતિલ ઠંડી વચ્ચે લોકો કાંઠે એકઠા થવા લાગ્યા. જેમાંથી મોટાભાગના લોકો કોઠાપલ્લી બ્લૉકના ઉપ્પાડા અને સુરદાપેટા ગામના હતા. જે લોકો દરિયા કિનારે સોનું શોધવા માટે નીકળી પડ્યા છે. તેમને આશા છે કે, અમને પણ સોનાના ટૂકડા મળશે.

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે, શુક્રવારે સવારે દરિયા કિનારે માછીમારોને રેતી પર કેટલાક સોનેરી મોતી જેવા સોનાના ટૂકડા મળ્યાં છે. થોડા સમયમાં આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા અને સેંકડોની સંખ્યામાં ગ્રામજનો કિનારે સોનુ શોધવા માટે પહોંચી ગયા.

દરિયા કિનારે સોનાના ટૂકડા કેવી રીતે પહોંચ્યા? આ પ્રશ્નનો જવાબ આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગત મહિને ભારે વરસાદના કારણે કિનારે આવેલા કેટલાક ઘરો અને જૂના મંદિરો પાણીમાં વહી ગયા હતા. તેમાંથી જ આ સોનાના નાના-નાના ટૂકડા હોઈ શકે છે.

સ્વાભાવિક છે,કારણ કે અહીં આસપાસના વિસ્તારોમાં તીર્થયાત્રા કરનારા લોકો પવિત્ર સ્થળના દર્શન કરવા દરમિયાન દરિયામાં કેટલાક સોનાના ટૂકડા પધારવે છે. તાજેતરમાં નિવાર વાવાઝોડુ  આવ્યું હતું. જેમાં આ નાના-નાના ટૂકડા પાણીના મોજા અને રેતની સાથે કિનારા સુધી વહીને આવ્યા હોઈ શકે છે. આ દરિયાઈ સોનું નથી, પરંતુ નાના-નાના ટૂકડા મળ્યા છે જેની કિંમત નજીવી હોઈ શકે છે.

(5:24 pm IST)