મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

હાથરસના બુલગઢી ગામેથી

દલિત યુવતીનાં મોતનો કેસ હવે સમાચારોમાં નથી પણ આખા ગામના સામાજિક તાણાવાણાને ઠેસ પહોંચી છે

ગામના ૩ યુવકનાં લગ્ન તૂટયા, કન્યાવાળાએ કહયું - આ ગામમાં દીકરીઓ નહીં આપીએ પીડિતા અને આરોપીના પરિવારો વચ્ચે જ નહીં, ગામના લોકો વચ્ચે અંતર

યુપી : યુપીના અલીગઢ-આગરા હાઇવે પર ચંદપાથી અંદાજે ૪૦૦ મી. આગળ બુલગઢી ગામ તરફ જતા રસ્તાના છેડે મુકાયેલા લોખંડના અંદાજે ૧૦૦ થી વધુ બેરિકેડએ જણાવવા માટે પુરત છે કે તાજેતરમાં દલિત યુવતી સાથે કથિત સામુહિક દુષ્કર્મ અને પછી સારવાર દરમિયાન તેના મોત બાદ અહીં ઉમટેલા રાજકીય, સામાજિક અને મીડીયા ક્રાઉડને રોકવા કેટલી જબરદસ્ત વ્યવસ્થા કરાઇ હતી? પાક લેવાઇ ગયો હોવાના કારણે રસ્તામાં દુર સુધી ખેતરોમાં કયાંય લીલોતરી દેખાતી નથી. બુલગઢીની આબોહવા કોઇ  સામાન્ય ગામ જેવી જ જણાય છે. ઝઘડા તો બધા ગામમાં થતા રહેતા હોય છેપણ આ એક ઘટનાએ બુલગઢની તાસીર બદલી નાખી છે.

(3:03 pm IST)