મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

દેવી અન્નપૂર્ણાની કાશીથી ચોરી થયેલી મૂર્તિ કેનેડાથી ભારત પરત આવશે : પીએમ મોદીએ આપી ખુશખબરી

મન કી બાતમાં પીએમ મોદીએ કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હી :પીએમ મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, ભારતના લોકોને એક ખુશખબરી આપવા માંગું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ તેના માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે

   પીએમ મોદીએ કહ્યું કે, માતા અન્નપૂર્ણાની પ્રતિમા પરત આવવાની સાથે એક સંયોગ પણ જોડાયો છે કે થોડા દિવસ પૂર્વે જ વર્લ્ડ હેરિટેજ વીક ઉજવવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ વીક સંસ્કૃતિ પ્રેમીઓ માટે જૂના સમયમાં પરત જવાની, તેમના ઈતિહાસના અગત્યના પડાવોને જાણવા માટે એક શાનદાર તક પૂરી પાડે છે.

(12:28 pm IST)