મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

ઉત્તર ભારતમાં હાડથીજાવતી ઠંડીનો માહોલ : દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નિવાર વાવાઝોડાએ આંધ્રપ્રદેશમાં આઠનો ભોગ લીધો : મૃતકોના પરિવારને 5-5 લાખની સહાયની જાહેરાત

નવી દિલ્હી : દિલ્હી સહીત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં શિયાળો જામ્યો છે, હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ રાજ્યોમાં 1 ડિસેમ્બરથી ભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર અને કડપા જિલ્લામાં ચક્રવાત ‘નિવાર ’ ને કારણે થયેલા ભારે વરસાદ અને તેનાથી પૂરને કારણે છેલ્લા ત્રણ દિવસમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્ય સરકારે શનિવારે જણાવ્યું હતું કે ચિત્તૂર જિલ્લામાં છ અને કડપા જિલ્લામાં બે લોકોના મોત થયા છે.

મુખ્ય પ્રધાન વાય.એસ.જગન મોહન રેડ્ડીએ મૃતકના સગાના પરિજનો ને પાંચ-પાંચ લાખ રૂપિયાની રોકડા આપવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10.1° સે અને મહત્તમ 26.4 સે નોંધાયું હતું. શહેરમાં હવાની ગુણવત્તા ફરીથી ‘નબળી વર્ગ’ સુધી પહોંચી ગઈ છે.

હરિયાણા અને પંજાબમાં તાપમાન સામાન્ય કરતા થોડું વધારે હતું. રાજ્યની સંયુક્ત રાજધાની ચંડીગઢમાં લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી નોંધાયું હતું.

(10:39 am IST)