મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

નેપાળમાં પાકિસ્તાન દૂતાવાસ સામે દેખાવો : વિશ્વમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ : મુંબઈ હુમલાની વરસી નિમિત્તે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું

કાઠમંડુ : આતંકવાદના પ્રણેતા તરીકે વિશ્વભરમાં પંકાઈ ગયેલા પાકિસ્તાન વિરુદ્ધ નેપાળના હજારો નાગરિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.તેમણે 26 નવેમ્બરના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની 12 મી વરસી નિમિત્તે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ આક્રોશ કર્યો હતો તથા હજુ સુધી આ આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ નારાજગી વ્યક્ત કરી પાકિસ્તાન દૂતાવાસ સામે દેખાવો કર્યા હતા.તથા અનેક રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ કરી દીધા હતા.

દેખાવકારોએ પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘે પગલાં લેવા જોઈએ તેવી  માંગણી કરી હતી.તથા મુંબઈ હુમલાને કારણે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા આતંકવાદી હુમલાને કારણે 166 નિર્દોષ પ્રજાજનોએ જીવ ગુમાવ્યા હતા.

(6:42 pm IST)