હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ સળગાવી નાખી તે જગ્યાએથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો
શમશાબાદમાં વધુ એક મહિલાનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળ્યો
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલે વધુ એક કેસ સામે આવ્યો છે. શમશાબાદમાં એક મહિલાનો સળગાવેલ મૃતદેહ મળ્યો છે.
સાઇબરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે કહ્યું કે શમશાબાદના બાહરી વિસ્તારમાં મૃતદેહ મળ્યો છે. મૃતદેહને સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યો છે અને આ મામલે કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
સાઇબરાબાદના શમશાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો. શમશાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના સિડડુલાગટ્ટા રોડ પાસે મહિલાનો મૃતદેહ મળ્યો છે. મહિલાની ઉંમર 35ની આસપાસ જણાવાય રહી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ શરૂ કરી દીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં હજુ થોડા કલાકો પહેલા જ એક મહિલા ડૉક્ટરના રેપ બાદ સળગાવેલ મૃતદેહ મળ્યો હતો.
હૈદરાબાદની એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કરી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે શુક્રવારે આ સમગ્ર મામલે ખુલાસો કરતા જણાવ્યું કે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવાર મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સમાં સાઇબરાબાદ પોલીસે પુષ્ટિ કરી છે કે મહિલા ડૉક્ટરની હત્યા પહેલા તેમનો ગેંગરેપ કરવામાં આવ્યો હતો.