મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

મોદી રાજમાં જીડીપી દર 4,5 ટકા આવતા 7 વર્ષના તળિયે: :ભયાનક મંદીના એંધાણ

નવી દિલ્હી: દેશમાં ભયંકર મંદીના એંધાણ વર્તાઇ રહ્યાં છે, 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ઘટીને 4.5 ટકા આવતા મોદી સરકારની ચિંતા વધી ગઇ છે, આ આંકડો 7 વર્ષના સૌથી નીચા તળિયે આવી જતા મંદીના એંધાણ દેખાઇ રહ્યાં છે, વિકાસ દરનો આંકડો 4.5 ટકા આવતા એ નક્કિ છે કે દેશમાં ધંધા-રોજગારમાં મંદી છે, મોટા ભાગની કંપનીઓએ પ્રોડકશન પણ બંધ કરી દીધું છે, ત્રણ મહિના પહેલા જીડીપીનો આંકડો 5 ટકા હતો, હવે ઘટીને 4.5 ટકા થઇ જતા ચિંતા વધી ગઇ છે.

              ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ટરિંગ સેક્ટરમાં 0.6 ટકાના દરથી આગળ વધ્યુ છે, જે આંકડો ઘણો ઓછો છે, જો કે માઇનિંક સેક્ટરમાં થોડી તેજી જોવા મળી છે, ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.4 ટકાની સરખામણીમાં હાલમાં 2.7 ટકાનો આંકડો આવ્યો છે, ગેસ, સિમેન્ટ, સ્ટીલ, ઓઇલ પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર્સ અને ઇલેક્ટ્રિસીટી સેક્ટરમાં મંદીનો માહોલ છે.

(8:33 pm IST)