મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

શિવસેનાનો ભાજપને પડકારઃ હવે ગોવા છીનવી લેશું

હવે ગોવામાં ચમત્કાર થશેઃ ડે. સીએમ અને બે પ્રધાનો અમારી સાથેઃ શિવસેના ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે કરશે ગઠબંધન :સમગ્ર દેશમાં બીન ભાજપી ફ્રંટ બનાવાશેઃ શિવસેનાના નેતા સંજય રાઉતનો નિર્દેશ

નવી દિલ્હી,તા.૨૯: મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ હવે શિવસેના નજર બીજેપી ગોવા પર છે. શિવસેના સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનિતિ હવે પૂર્ણ થઇ ગઇ છે. હવે અમારી નજર ગોવાની રાજનીતિ પર છે. અમે દેશભરમાં ગેરબીજેપી સંગઠન બનાવા માંગીએ છીએ તેની શરૂઆત મહારાષ્ટ્રથી શરૂ થઇ છે. હવે અમારૂ ધ્યાન ગોવા પર છે. ગોવા બાદ અમે દેશભરમાં આગળ આવીશું.

સંજય રાઉતે કહયું કે ત્રણ વિદ્યાયકોની સાથે ગોવા ફોરવર્ડ પક્ષના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય દેસાઇ શિવસેના સાથે ગઠબંધન કરી રહ્યા છે. એક નવો રાજનૈતિક મોર્ચો ગોવામાં સરકાર લઇ રહ્યો છે. એવી જ રીતે જેવી મહારાષ્ટ્રમાં થયું હતું. હવે થોડાક સમયમાંજ ગોવામાં ચમત્કાર જોવા મળશે.

મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના સહકારથી સરકાર રચ્યા બાદ હવે શિવસેના ગોવામાં પોતાની સરકાર રચવાની વ્યૂહરચના દ્યડી રહી હોવાનું જાણવા મલ્યું હતું.

શિવસેનાના બોલકણા નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમારી સરકાર રચવાનું અમારું કામ પૂરું થયું. હવે અમે ગોવામાં અમારી સરકાર બનાવવાની યોજના દ્યડી રહ્યા છીએ. ગોવામાં અમારી સરકાર રચાઇ જાય ત્યારબાદ સમગ્ર દેશ પર નજર કરીશું.

'વાસ્તવમાં અમારે હવે સમગ્ર દેશમાં બિનભાજપી ગઠબંધન કરીને ભાજપને ખતમ કરવો છે. રાઉતે ઉમેર્યું કે અમે ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ અને ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય સરદેસાઇ સાથે બેઠક યોજી રહ્યા છીએ. ગોવામાં એક નવું ગઠબંધન રચાઇ રહ્યું છે. ટૂંક સમયમાં તમે ગોવામાં પણ એક ચમત્કાર જોઇ શકશો.

૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં ૨૦૧૭માં ચૂંટણી થઇ હતી. એમાં કોંગ્રેસને ૧૭ અને ભાજપને ૧૩ બેઠકો મળી હતી. અન્ય પક્ષોમાં મહારાષ્ટ્ર ગોમાંતક પક્ષને ત્રણ, ગોવા ફોરવર્ડ પક્ષને ત્રણ, અપક્ષોને ત્રણ અને એનસીપીને એક બેઠક મળી હતી.

કોઇને સ્પષ્ટ બહુમતી મળી નહોતી પરંતુ અચાનક દસ કોંગ્રેસી ધારાસભ્યો રાતોરાત ભાજપમાં જોડાઇ જતાં ભાજપે ગોવામાં સરકાર રચી હતી. આ સરકારને ગબડાવવાની યોજના હવે શિવસેના શરદ પવાર સાથે મળીને બનાવી રહી છે એવું રાઉતની વાત પરથી લાગતું હતું.

(3:25 pm IST)