મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

બંધારણમાં પદ નહીં હોવા છતાં દેશના 16 રાજ્યોમાં ડે.સીએમ : આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 5 ઉપમુખ્યમંત્રી

કર્ણાટકમાં ત્રણ ડેપ્યુટી સીએમ અને ઉત્તરપ્રદેશમાં 2-2 લોકોને ઉપમુખ્યમંત્રી બનાવાયા

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદે ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે હવે ડેપ્યુટી CM પદને લઈને હજી સુધી નક્કી થયુ નથી કે, ડેપ્યુટી સીએમ કોણ બનશે. કોંગ્રેસ અને એનસીપીએ હજી સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.

 બંધારણમાં ઉપમુખ્યમંત્રી, ઉપપ્રધાનમંત્રી પદને લઈને કોઈ વ્યાખ્યા અપાઈ નથી પરંતુ તેને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બાદ બીજા નંબરનું પદ બનાવી દેવામાં આવ્યુ છે. ઉપમુખ્યમંત્રી ક્યારેક રાજકીય હિત સાધવા માટે બનાવવામાં આવે છે, તો ક્યારેક ગઠબંધન ધર્મ નીભાવવા માટે. રાજકીય સ્થિરતા બનાવી રાખવા માટે કેબિનેટમાં ઉપમુખ્યમંત્રીને રાખવામાં આવે છે. જેમકે તેલંગાણામાં મુખ્યમંત્રીનાં ચંદ્રશેખર રાવની સાથે બે ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાં એક મુસ્લિમ તો એક દલિત ચહેરો રહ્યો છે.

    મુખ્યમંત્રીનો વિશેષધિકાર હોય છેકે, પોતાની કેબિનેટમાં કોઈ ઉપમુખ્યમંત્રી રાખવામાં આવે. આ સમયે 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપમુખ્યમંત્રી મુખ્યમંત્રીઓ સાથે કામ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 5 ડેપ્યુટી સીએમને રાખવામાં આવ્યા છે. જ્યારે કર્ણાટકમાં ડેપ્યુટી સીએમની સંખ્યા 3 તો ગોવા અને ઉત્તરપ્રદેશમાં 2-2 લોકોને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ક્યાં ક્યા રાજ્યમાં કોણ અને કેટલાં ઉપમુખ્યમંત્રી છે?

(2:04 pm IST)