મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

ઉત્તર કોરિયાએ ફરીવાર લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કર્યું :વિશ્વમાં ચિંતા

કોરિયન દ્વીપકલ્પમાં તણાવ વધવાની ધારણા

ઉત્તર કોરિયાએ ફરી એક વખત લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જો કે, આ મિસાઇલ વિશે વધુ માહિતી મળી શકી નથી

દક્ષિણ કોરિયન આર્મીના સંયુક્ત ચીફ સ્ટાફે નિવેદન આપતા જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ ગુરુવારે સવારે એક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. તેનાથી કોરિયન દ્વીપકલ્પમાં તણાવ વધવાની ધારણા છે છેલ્લા ઘણા સમયથી કોરિયા અનેક વખત અલગ અલગ મિસાઈલનું પરિક્ષણ કરે છે.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ સ્ટાફ દ્વારા ઓનલાઇન કરેલી ઘોષણામાં તાત્કલિક ધોરણે વધુ વિગતો આપવામાં આવી નથી અને અમેરિકાની સૌથી મોટી વાર્ષિક રજાના પ્રસંગે સવારે 3 વાગ્યાની આસપાસ આ જાહેરાત કરવામાં આવી છે.

(12:00 am IST)