મુખ્ય સમાચાર
News of Thursday, 29th November 2018

ભારતની રાજનિતીમાં કોંગ્રેસે વિશ્વાસનું સંકટ ઉભુ કર્યુઃ રાજનાથસિંહ

દેશમાં કોંગ્રેસે સૌથી વધારે રાજ કર્યુ છે અન ખોટા વાયદાઓના કારણે દેશની રાજનિતીમાં વિશ્વાસનું સંકટ ઉભુ કરેલ છે. આ સંકટ દૂર કરવા માટે રાજનિતી અને રાજનીતિઓમા વિશ્વાસ ઉત્પન્ન કરવો પડશે. આ વિશ્વાસ ફરી ઉત્પન્ન કરવામા ભાજપ સક્ષમ છે.

મંડી સંસદીય ક્ષેત્રમા એક રેલીને સંબોધતા ભાજપા નેતાએ કહ્યુ કે ભાજપાની સામે દેશને સશકત, સ્વાભિમાની, સ્વાવલંબી અને વિશ્વગુરૃ બનાવવાનું લક્ષ્ય છે.  નેતાઓની કથની અને કરનીનું અંતર દૂર કરવું પડશે. જે વાયદા કરો તે પુરા કરો. જુઠ, છળ કટની રાજનિતી હવે નહી ચાલે.

એમણે કહ્યુ નેતાઓએ ચુંટણી દરમ્યાન જનતાને આશ્વાસન આપ્યુ હોય છે જે પૂરૃ કરવુ જોઇએ જો આમ થશે તો રાજનિતિમા અવિશ્વાસની ભાવના નહી આવે. ઘોષણાપત્રમા એવા વાયદા આપો જે પુર થઇ શકે.

રાજનાથસિંહએ કહ્યુ રાજનિતી રામના સમયમા પણ હતી અને કૃષ્ણના સમયમા પણ હતી. રામની રાજનીતિમા ભકિત હતી કૃષ્ણની રાજનીતિમા યુકિત હતી. ગાંધી અને સુભાષની રાજનીતિમા શકિત હતી. ચંદ્રશેખર,ભગતસિંહની રાજનિતીમા મુીકત હતી.

એમણે  કોંગ્રેસ પર જાતિ અને ગોત્રની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહયુ કે ભારત વિશ્વગુરૃ રહ્યુ છે અને તેણે સંસારને વસુદૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે. અહી જાતિ મજહબની રાજનિતી નહી ચાલે.

(12:00 am IST)