મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

ભ્રષ્ટાચાર મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ઉપર સીબીઆઈની તપાસ સામે સુપ્રીમ કોર્ટની રોક : 4 સપ્તાહમાં બચાવ રજૂ કરવાનો આદેશ : હાઇકોર્ટએ સીબીઆઈની તપાસ મુકવાનો હુકમ કર્યો હતો

દહેરાદુન : ભ્રષ્ટાચાર મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત  ઉપર સીબીઆઈની તપાસ મુકવાના હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટએ રોક લગાવી છે.તથા  4 સપ્તાહમાં બચાવ રજૂ કરવાનો  આદેશ કર્યો છે.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને બચાવ કરવાની તક આપ્યા વિના સીબીઆઈની તપાસ કરવાનો હાઇકોર્ટનો હુકમ નવાઈ ઉપજાવનારો છે.આરોપીને સાંભળ્યા વિના આવી તપાસ મૂકી શકાય નહીં આનાથી વર્તમાન સરકાર અસ્થિર થઇ જવાની સંભાવના છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)