મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

કેશુભાઇ પટેલની શ્રદ્ધાંજલી સભામાં નરેન્‍દ્રભાઇ મોદી હાજરી આપે તેવી સંભાવનાઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફારની શક્‍યતા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીના આગમનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી રિવરફ્રન્ટ સુધીના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું છે. આમ વડાપ્રધાન મોદીના રોકાણના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાની જુદી-જુદી ટીમો બનાવીને વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા યંત્રણા કેટલી ચુસ્ત છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

(4:52 pm IST)