મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

ભારતમાં દર ૬ યુગલમાંથી એકને વંધ્યત્વની સમસ્યાઃ હવે ઘેરબેઠા આઇવીએફ સારવાર

વડોદરાની ઓએસિસ ફર્ટિલીટી દ્વારા સંતાન પ્રાપ્તીની સારવારનો નવિનતમ અભિગમ

મુંબઇ, તા.૨૯: ભારતમાં ૫૦ લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હોવા છતાં દેશ અનલોક-૪ માટે તૈયાર થઈ રહયો છે અને કેન્દ્ર સરકારનુ ગૃહ મંત્રાલય અનલાઙ્ખક-૪ ની પ્રક્રિયા દરમ્યાન પાલન કરવાની માર્ગરેખાઓ જાહેર કરી રહ્યું છે ત્યારે  અમે નવાં ધોરણો અપનાવીને  સંપર્ક વિહીન કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે  અને તેને તમામ વર્ગોમાંથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. રિટેઈલ હોસ્પિટાલીટી હોય કે હેલ્થકેર, માસ્કસ, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઈઝર હવે મહત્વનાં બની ગયાં છે.

ઓએસિસ ફર્ટિલિટીનાં મેડિકલ ડિરેકટર  અને સહસ્થાપક ડો. દુર્ગા રાવ જણાવે છે કે 'વંધ્યત્વએ જાહેર આરોગ્યની વૈશ્વિક સમસ્યા છે અને ભારતમાં દર ૬ યુગલમાંથી એક ને વંધ્યત્વની સમસ્યાનો સામનો કરવો પડતો હોય  છે. વાસ્તવિકતા એ છે કે  દરેક મહીનો વિતવાની સાથે મહિલાને ગર્ભધારણ થવાની સંભાવના કથળતી  જાય છે. એ પણ હકીકત છે કે તાણ અનુભવતી મહિલાની તુલનામાં હકારાત્મક અભિગમ ધરાવતી મહિલાઓને સગર્ભા થવાની વધુ તક હોય છે. આથી એવુ માનવામાં આવે છે કે કુદરતી રીતે સંતાન પ્રાપ્તીમાં મુશ્કેલી જણાય ત્યારે ફર્ટિલિટી કિલનિકની મુલાકાત લેવાય તો  ગર્ભધારણની તકો વધી જાય છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે  જે મહિલાઓ તાણ (ટેન્શન, ચિંતા) સાથે સંકળાયેલા હોય તેમનામાં આલ્ફા એમિલાઈજ નામના એન્ઝાઈમનુ પ્રમાણ વિશેષ હોય છે અને  તેમને ગર્ભધારણ કરવોમાં મુશ્કેલી પડે છે.ઙ્ખ

ડો. દુર્ગા રાવ વધુમાં જણાવે છે કે 'અમે સમજીયે છીએ કે હાલના કોવિડના સમયમાં દર્દીઓ આઈવીએફ સારવાર  કરાવવાનો પ્રયાસ કરતાં ડરતાં હોય છે અને દ્યણી જ તાણમાંથી પસાર થતાં હોય છે. આથી અમે એક નવતર પ્રકારનો અનોખો અભિગમ અપનાવીને  એક રીતે કહીએ તો સૌ પ્રથમ વખત અમારા સારવાર પાત્ર દર્દીઓને દ્યેર બેઠાં આઈવીએફ સારવાર ઉપલબ્ધ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ઓએસિસ ફર્ટિલિટીનાં કિલનિકલ  હેડ,  ડો. સુષમા બક્ષી જણાવે છે કે  'ચોકકસપણે આ એક પ્રગતીશીલ વિચારધારા ધરાવતી વ્યૂહરચના છે અને ઘરમાં આરામ વચ્ચે સંતાન પ્રાપ્તીનુ સપનુ સાકાર કરવામાં વિજ્ઞાન સહાય કરે છે. અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે દર્દીઓને કિલનિકની બહાર, દ્યેર બેઠાં સારવાર અપાતી હોવા છતાં એમાં આઈવીએફ સારવારના કોઈ પ્રોટોકોલનો ભંગ થતો નથી. અમે ત્સ્જ્ક ણ્ંૃફૂ રજૂ કરતાં રોમાંચ અનુભવીએ છીએ. આ સારવાર પ્રક્રિયા સંતાન પ્રાપ્તી માટે તલસતાં અને સારવાર ઈચ્છતાં હજારો યુગલો કે જે સંતાન ઈચ્છે છે, પણ પરંતુ કોવિડના ભયના કારણે હિંમત કરી શકતાં નથી તેમના જીવનમાં અમે સ્મિત લાવવા માગીએ. અમે સ્ટીમ્યુલેશન, મોનિટરીંગ અને ઈન્જેકશનની પ્રક્રિયા ઘરે જ કરીએ છીએ, આમ છતાં દર્દીએ એગ પીક-અપ અને ટ્રાન્સફર માટે કિલનિકમાં  આવવાનુ રહે છે.

એક સમર્પિત (dedicated ) નર્સીંગ મેનેજરની ફાળવણી કરવામાં આવશે, જે સારવારનુ સંકલન કરશે  અને ડોકટર્સ પણ  વર્ચ્યુઅલ કન્સલ્ટેશન મારફતે દૂરથી દર્દીના દ્યરે સારવારનુ દ્યનિષ્ઠ મોનિટરીંગ કરશે. ઈન્જેકશન આપવામાં આવશે અને દર્દીના દ્યરના આરામદાયક વાતાવરણમાં જ તપાસ કરાશે. અમે દર્દીને દર્દીના દ્યરે જ વ્હાઈટ ગ્લોવ્ઝ  મેડિકલ સપોર્ટ પૂરો પાડીશુ.(૨૩.૨૬)

આ પ્રોગ્રામનાં વિવિધ પાસાં આ મૂજબ છે

 ઘરના આરામદાયક વાતાવરણમાં સારવાર

 દર્દી સાથે સંપર્ક વિહીન મુલાકાત

 કિલનિકની ખૂબ ઓછી મુલાકાત,

 વ્હાઈટ ગ્લોવ્ઝ  મેડિકલ સપોર્ટ

 સમર્પિત નર્સીંગ મેનેજમેન્ટ

 ડોકટર સાથે વર્ચ્યુઅલ કન્સલ્ટેશન

 ગુપ્તતા

 કસ્ટામાઈઝ સારવાર

 સારવારમાં સુગમતા

(3:28 pm IST)