મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

લાંબા સમય સુધી ફેસ શીલ્ડના ઉપયોગથી આંખોને થાય છે નુકસાન

આંખોના તેજ પર પડી રહી છે અસરઃ ધૂંધળુ દેખાવવું, આંખોમાં ખંજવાળ, શુષ્ક થઈ જવાની ફરિયાદ

નવી દિલ્હી, તા.૨૯: દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે નાગરિકો પોતાને સેફ રાખવા અનેક પ્રકારની વસ્તુઓ વાપરી રહ્યા છે. જેમકે માસ્ક, સેનેટાઈઝર અને ફેસ શીલ્ડ પણ. પરંતુ હાલમાં દિલ્હીમાં કેટલાક કેસ આવી રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે ફેસ શીલ્ડને લાંબા સમય સુધી પહેરી રાખવાથી નાગરિકોની આંખોની રોશની પર અસર થઈ રહી છે. તેનાથી આંખોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જાણો કેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

ફેસ શીલ્ડના વધારે સમય સુધી થતા ઉપયોગથી ધૂંધળુ દેખાવાની ફરિયાદ જોવા મળી રહી છે. આ સાથે જ આંખોમાં ખંજવાળ આવવી, આંખો શુષ્ક થઈ જવાની ફરિયાદ પણ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે. સ્વાસ્થ્ય કર્મચારી પણ ફેસ શીલ્ડના કારણે આ સમસ્યાનો શિકાર બન્યા છે.

દિલ્હીમાં વધી રહી છે ફેસ શીલ્ડની સાઈડ ઈફેકટ

થોડા દિવસ પહેલાં દિલ્હીમાં એક દર્દીને આ સમસ્યા જોવા મળી. ૧૨ કલાક સુધી તેઓએ આ સમસ્યાનો સામનો કર્યો. તેમને આંખોમાં ખંજવાળ અને તે સૂકાઈ જવાની પણ સમસ્યા રહેતી હતી. તેમાં ૨ સ્વાથ્ય કર્મચારીઓ પણ સામેલ હતા.

૧૨ કલાક સતત ફેસ શીલ્ડના ઉપયોગથી થાય છે સમસ્યા

જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં જોવા મળ્યું છે કે ૧૨ કલાક સુધી ફેસ શીલ્ડનો ઉપયોગ કરવાથી વ્યકિતને ધૂંધળું દેખાવવા લાગે છે. તેમાં ફોનનો વધુ ઉપયોગ કરનારાને પણ આ સમસ્યા આવી રહી છે.

(12:08 pm IST)