મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

આજે ૩નો ભોગ લેવાયોઃ રાજકોટ શહેર - જીલ્લામાં કોરોનાની ગતી ધીમી પડીઃ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ૨૧૧૫ બેડ ખાલી

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી ૫ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા. ૨૯: શહેર અને જીલ્લામાં  વેશ્વિક મહામારી કોરોનાની ગતી ધીમી જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં   વધુ ૩નોભોગ લેવાતા તે સાથે પાંચ દિવસમાં ૧૫ મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક  પણ મૃત્યુની નોંધ થઇ નથી. શહેરમાં  આજ સુધીમાં કોરોનાથી કુલ ૧૨૧નાં  મોત થયા છે. આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૮નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૯ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ઁ૫નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૫ પૈકી એક  પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૧૫ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. જયારે રવિવારે - ૫ , સોમવારે- ૨ , મંગળવારે-૪ તથા બુધવારે - ૫ દર્દીઓનાં મૃત્યુ થયા છે.

(11:23 am IST)