મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

યુપીના મુગલસરાય જંકશન પર બે ભાઈઓની બેગમાંથી 1 કરોડનું સોનું નીકળ્યું :બે કિલો સોનાના દાગીના કબ્જે

આરપીએફ અને જીઆરપીની ટીમ સાથે મળીને ટ્રેનોમાં સઘન ચેકિંગ ઝુંબેશ

ઉત્તર પ્રદેશના મુગલસરાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન ખાતે સંયુક્ત કાર્યવાહીમાં ચેકિંગ દરમિયાન જીઆરપી અને આરપીએફએ બે કિલો સોનાના દાગીના કબજે કર્યા હતા. તેની કિંમત એક કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મામલે પોલીસ ટીમે બે ભાઈઓની ધરપકડ કરી છે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન આરપીએફ અને જીઆરપીની ટીમ સાથે મળીને ટ્રેનોમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું હતું. સમય દરમિયાન તેઓએની નજર બે શંકાસ્પદ યુવકો પડી હતી, જેમની પાસે બેગ હતુ. શંકાના આધારે જ્યારે પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો ત્યારે તેમની આંખો ફાટી ગઈ હતી. બેગમાં સોનાના દાગીનાો ભરેલા હતા

પોલીસની ટીમ બંને યુવકોને જીઆરપી પોલીસ મથકે લઈ ગયા હતા જ્યાં ઘરેણાંનું વજન કરવામાં આવ્યું હતુ તો દાગીનાનો કુલ વજન બે કિલો થયો હતો. જેની કિંમત આશરે એક કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. પૂછપરછ દરમિયાન બંને યુવકોએ જણાવ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળના મેદિનીપુરથી સોનાના દાગીના લઇને આવ્યા હતા અને નવી દિલ્હી જવા માટે નીકળયા હતા.

બંને ભાઈઓ ટ્રેન બદલવા ડીડીયુ જંકશન પર ઉતર્યા હતા, ત્યારે આરપીએફ અને જીઆરપીના હાથે ઝડપાઈ ગયા હતા. તેમની પાસે સોનાના આભૂષણની આટલી મોટી રકમ સાથે સંબંધિત કોઈ દસ્તાવેજો નથી. જેથી જીઆરપીએ બંનેની ધરપકડ કરી ઝવેરાત કબજે કર્યા હતા. જીઆરપી દ્વારા સેલ ટેક્સ અને આવકવેરાની સાથે ડીઆરઆઈને પણ કેસની માહિતી આપવામાં આવી છે જેથી મામલે વધુ તપાસ થઈ શકે.

(1:04 am IST)