મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

રશિયન યૂટ્યૂબરે 2.40 કરોડની મર્સિડીઝ સળગાવી દીધી : રેટ-યૂટ્યૂબ પર 5 મિલિયન સબ્સક્રાઇર્ ધરાવતા મિખાઇલ લિટ્વિનએ કારને પાંચ વખત રીપેરીંગમાં મોકલી પણ ખામી ફર નહીં થતા આગને હવાલે કરી

નવી દિલ્હીઃ  રશિયન યુટયૂબર જેણે  કારમાં ખામીથી પરેશાન થઇ 2.40 કરોડની મર્સિડીઝ  પેટ્રોલ છાંટી આગને હવાલે કરી દીધી. અંગેનો વીડિયો યુટ્યુબ પર બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જે 1 કરોડથી વધુ વખત જોવાઇ પણ ગયો.મોટર 1 ડોટ કોમના રિપોર્ટ મુજબ મિખાઇલ લિટ્વિન નામનો રશિયન બ્લોગર થોડા સમયથી પોતાની મર્સિડીઝ કારથી પરેશાન હતો. તેથી તેણે કરોડોની લખઝરી મર્સિડીઝને આગ ચાંપી લાખો દર્શકોનો ચોંકાવી દીધા છે.

મિખાઇલે અધિકૃત ડીલર પાસેથી Mercedes-AMG GT 63 S 2.4 કરોડ રુપિયામાં ખરીદી હતી. પરંતુ કાર ખરીદ્યા પછીથી તેમાં ખામી થવા લાગી હતી મિખાઇલ લિટ્વિને ડીલરને પાંચ વખત રિપેરિંગ માટે મોકલી હતી. પરંતુ દરેક વખતે કામથી મિખાઇલ સંતોષ થયો નહીં. કાર રિપેરિંગ કરવામાં પણ 40 દિવસનો સમય લાગી ગયો. અંગે સ્થાનિક વેબસાઇટ VC.ruના રિપોર્ટ મુજબ પણ જર્મનીથી નવુ ટર્બાઇન મંગાવવામાં આવ્યું. તેમ છતાં મર્સિડીઝની ખામી દૂર થતી નહતી.

બહુ કાંટાળીને મિખાઇલે ડીલરને ફરિયાદ કરવા ફોન કર્યા તો તેનો જવાબ આવવનું બંધ થઇ ગયું. તેથી મિશા નામે ઓળખાતા મિખાઇલ લિટ્વિને કારને આગ ચાંપી દેવાનો નિર્ણય કર્યો. થોડા દિવસ પહેલાં યુટ્યૂબ પર આવેલા વીડિયોમાં મિખાઇલને ખાલી મેદાનમાં મર્સિડીઝને આગ ચાંપતા દેખાડાયો.

વીડિયોમાં દેખાય છે કે મિખાઇલ મર્સિડીઝ  ખાલી મેદાનમાં લઇ જાય છે, પછી ડિકીમાંથી પેટ્રોલના કેરબા કાઢી મર્સિડીઝ પર છાંટી દે છે. ત્યાર બાદ થોડી દૂરથી લાઇટર દ્વારા આગ (Mercedes Fire) લગાડી દે છે.કાર સળગાવ્યા બાદ મિખાઇલે વીડિયો શેર કરતા લખ્યું કે હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો કેમર્સિડીઝથી મદદ મળતા મારી કાર સાથે શું કરું? બસ પછી તેને આગ ચાંપી દેવાનો નિર્ણય કરી લીધો. ચોંકાવનારો વીડિયો યૂટ્યૂબ પર 11 મિલિયનથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે. યૂટ્યૂબ પર મિખાઇલના 5 મિલિયન સબ્સક્રાઇર્સ છે.

એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું કે તમે એવું કેવી રીતે કરી શકો છો. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, અમેરિકન બ્લોગર આઇફોન તોડે છે અને રશિયન બ્લોગર મર્સિડીઝ સળગાવે છે.

તો ત્રીજા યુઝરે વળી લખ્યું કેએડ રેવન્યુએ સમભવતઃ વધુ 2 મર્સિડીઝ કરવા માટે પુરતા નાણા ભેગા કરી લીધા હશે.”

(12:15 am IST)