મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તાત્કાલિક સસ્પેન્ડ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આદેશ આપ્યો : ફરજ પાલનમાં બેદરકારી બદલ યોગેશ ત્યાગી સસ્પેન્ડ

નવી દિલ્હી,તા.૨૮ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશ પર દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યોગેશ ત્યાગીને બુધવારે સસ્પેન્ડ કરી દેવાયા છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ મુજબ, રાષ્ટ્રપતિએ ત્યાગી પર લાગેલા ફરજ પાલનમાં બેદરકારીના આરોપોની તપાસનો પણ નિર્દેશ આપ્યો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે આ કેન્દ્રીય યુનિવર્સિટીમાં સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ત્યાગી પર લાગેલા આરોપોની નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે યુનિવર્સિટીના વિઝિટર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

        જેથી તેઓ પુરાવા સાથે છેડછાડ કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે. અધિકારીએ જણાવ્યું કે, 'મેડિકલ ગ્રાઉન્ડ પર રજા પર ઉતરી ગયેલા યોગેશ ત્યાગી તરપથી આ ગળા દરમિયાન અપાયેલા બધા આદેશો કે તેમની મંજૂરીથી અપાયેલા આદેશ રદ કરી દેવાયા છે. આ આદેશનો શૂન્ય માનવામાં આવશે.' ત્યાગી ૨ જુલાઈએ એમ્સમાં એડમિટ કરાયા ત્યારથી રજા પર છે. સરકારે ૧૭ જુલાઈએ પ્રો-વીસી પીસી જોશીને ત્યાં સુધી વાઈસ ચાન્સેલરનો ચાર્જ આપ્યો હતો, જ્યાં સુધી ત્યાગી રજા પરથી પાછા ન આવે.

(12:00 am IST)