મુખ્ય સમાચાર
News of Tuesday, 29th October 2019

જમ્મુ કાશ્મીરના સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો : મહિલા સહીત છ ગંભીર રીતે ઘાયલ

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો : આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, માહિતી અનુસાર સુરક્ષાદળોને નિશાન બનાવી બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી દીધો હતો, આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઈજાગ્રસ્તોમાં એક મહિલા શામેલ છે. હાલમાં, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

(12:00 am IST)