મુખ્ય સમાચાર
News of Thursday, 29th September 2022

ગેરલાયક ઠરેલા ધારાસભ્યોને પેન્શન નહીં આપવાનો નિર્ણય સ્પીકરના કાર્યક્ષેત્રમાં આવતો નથી : પેન્શન અને અન્ય લાભો નકારવાની સત્તા વિધાનસભાના અધ્યક્ષને નથી : જેડી(યુ)ના ચાર ધારાસભ્યોની રજુઆત સુપ્રીમ કોર્ટે માન્ય રાખી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ, ભૂતપૂર્વ ધારાસભ્ય સામેની ગેરલાયકાતની અરજીનો નિર્ણય કરતી વખતે વિધાનસભાના અધ્યક્ષને પેન્શન અને અન્ય લાભો નકારવાની સત્તા નથી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યુયુ લલિત, જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ જેબી પારડીવાલા તત્કાલીન જેડી(યુ)ના ચાર ધારાસભ્યો - જ્ઞાનેન્દ્ર કુમાર સિંહ, રવિન્દ્ર રાય, નીરજ કુમાર સિંહ અને રાહુલ કુમારની અપીલ પર વિચારણા કરી રહ્યા હતા, જેમને માત્ર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાથી વિધાનસભાના અધ્યક્ષે તેમના પેન્શન લાભો નકાર્યા હતા.

બેન્ચ દ્વારા જણાવાયા મુજબ અમારા મતે, આવા નિર્દેશો જારી કરવાનું સ્પીકરના અધિકારક્ષેત્રમાં નથી. તેથી, અમે આદેશના પેરા 28 માં અધ્યક્ષ દ્વારા જારી કરાયેલા નિર્દેશોને બાજુ પર રાખીએ છીએ. અમે ગેરલાયકાતના પ્રશ્નમાં ગયા નથી. બધા પ્રશ્નો ખુલ્લા છોડી દીધા છે

વરિષ્ઠ એડવોકેટ દેવદત્ત કામતે, અપીલકર્તાઓ માટે હાજર રહીને રજૂઆત કરી હતી કે 1 નવેમ્બર 2014 ના રોજ સ્પીકરે જારી કરેલા નિર્દેશો તેમની સત્તા બહારના  હતા.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:29 pm IST)