મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

રાષ્‍ટ્રીય લોકસમતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ઉપેન્‍દ્ર કુશવાહાએ બિહાર ચૂંટણી માટે બસપા અને જનવાદી પાર્ટી સોશલિસ્‍ટ સાથે કર્યું ગઠબંધન

રાષ્‍ટ્રીય લોકસમતા પાર્ટી (રાલોસપા)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ઉપેન્‍દ્ર કુશવાહાએ કહ્યું કે એમની પાર્ટી બિહાર ચૂંટણીમાં બસપા અને જનવાદી પાર્ટી સોશલિસ્‍ટ સાથે ઉતરશે. ઉપેન્‍દ્રએ આ દરમ્‍યાન થયેલ પ્રેસ કોન્‍ફ્રેંસમાં કહ્યું કે જે રૂપમાં મહાગઠબંધન ચાલી રહ્યું છે આ રીતે બિહારને મુખ્‍યમંત્રી નીતીશકુમારથી મુકત નહીં કરાવી શકાય.

(11:19 pm IST)