મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

હાથરસ ગેંગરેપ કેસ : ભીમ આર્મીનો સફદરજંગ હોસ્પિટલમાં હંગામો : પોસ્ટમોર્ટમમાં ગડબડ થયાનો આરોપ

ચંદ્રશેખરએ કહ્યું જ્યાં સુધી દલિત યુવતીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપ બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવનાર દલિત યુવતીને ન્યાય આપવાની માંગ સાથે આજે દિલ્હી પહોંચેલા ભીમ આર્મીના સેંકડો કાર્યકરોએ હોસ્પિટલની બહાર હંગામો મચાવ્યો હતો અને થોડા સમય માટે રીંગરોડ પર ચક્કા જામનાં દ્વશ્યો જોવામાં આવ્યા હતા.

વિરોધ પ્રદર્શન કરનારા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ રાવને પોસ્ટમોર્ટમમાં ગડબડ થયાનો આરોપ લગાવ્યો હતો અને પોસ્ટમોર્ટમ કરવા માટે ડોકટરોનું વિશેષ બોર્ડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે કહ્યું કે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. રાવે કહ્યું કે જ્યાં સુધી દલિત યુવતીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

આ સમય દરમિયાન ભીમ આર્મીના કાર્યકરોએ હોસ્પિટલની અંદર ઉગ્ર પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું અને બેરીકેડ્સ ઉખેડીને ફેંકવાનું શરૂ કર્યું હતું. આ સાથે તે દિલ્હી પોલીસ મુર્દાબાદ અને યોગી સરકાર મુર્દાબાદના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.

(7:35 pm IST)