મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

અનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે

ગઈકાલે આરપીઆઈ નેતા રામદાસ અઠાવલેને મળી હતી-પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી

મુંબઈ : દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવેલી અભિનેત્રી પાયલ ઘોષ આજે (29 સપ્ટેમ્બર) મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે. આ દરમિયાન પાયલ અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરશે. તેઓ પોતાના માટે ન્યાય માંગશે.

પાયલે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં પણ કેસ દાખલ કર્યો છે. પરંતુ પાયલ ઘોષ ગુસ્સે છે કે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પાયલ ગઈકાલે આરપીઆઈ નેતા રામદાસ અઠાવલેને પણ મળી હતી. બેઠક બાદ બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પાયલે કહ્યું હતું કે- મેં મારી કારકીર્દિને દાવ પર લગાવી દીધી છે. હું એટલું જ કહેવા માંગુ છું કે મારી સાથે જે બન્યું તે બીજા કોઈ સાથે ન બનવું જોઈએ.

(1:51 pm IST)