મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

તબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા

તમામ આરોપીઓએ સજાની સમય મર્યાદા પહેલેતી જ પૂર્ણ કરી લીધી હતી

રાંચી:દિલ્હીના નિઝામુદ્દીનમાં એક કાર્યક્રમમાંથી પરત ફરીને એક મસ્જિદાં છુપાયેલા તબલીગી જમાતના 17 વિદેશી નાગરિકોને રાંચીની એક કોર્ટે ત્રણ મહિનાની સજા અને 2200 રૂપિયાનો દંડ ફટકારીને છોડી મુક્યા છે. કોર્ટે આરોપીઓના આંશિક ગુનાનો સ્વીકાર કરવા પર ત્રણ-ત્રણ મહિનાની કેદની સજા સંભળાવી છે જે તેમણે ન્યાયીક કસ્ટડીમાં પહેલેથી જ ભોગવી લીધી છે. આ સાથે જ તેમના પર 2200-2200 રૂપિયાનો સામાન્ય દંડ ફટકારીને તેમને છોડી મુકવામાં આવ્યા છે.

કોર્ટના આદેશ અનુસાર તમામ આરોપીઓએ સજાની સમય મર્યાદા પહેલેતી જ પૂર્ણ કરી લીધી છે તેથી દંડની રકમ વસૂલ કર્યા બાદ તમામ વિદેશી નાગરીકોને પોતાના દેશ પરત જવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. રાંચીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફહીમ કિરમાનીની કોર્ટે તમામ 17 વિદેશીઓએ સ્વદેશ જવા માટે પરવાનગી આપી હતી.

આરોપિઓ તરફથી વકીલાત કરી રહેલા વરિષ્ઠ વકીલ અબ્દુલ અલ્લામના જણાવ્યા અનુસાર કોર્ટે આ વિદેશી નાગરિકોને કુલ ત્રણ-ત્રણ મહિનાની કેદ અને 2200-2200 રૂપિયાની સજા ભોગવી હતી. તેમણે તમામ 17 વિદેશી નાગરિકો 15 જુલાઈના રોજ ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદથી જ દેશના વિવિધ હિસ્સાઓમાં પોતાની ઈચ્છા અનુરૂપ ફરવા માટેની છૂટ આપી છે. હવે નીચલી કોર્ટના આદેશ બાદ તેઓ સંપૂર્ણ રીતે મુક્ત છે અને ખૂબ જલ્દી પોતાના સ્વદેશ પરત ફરશે.

(12:05 pm IST)