મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

સુશાંત કેસઃ AIIMSએ CBIને સોંપ્‍યો રિપોર્ટઃ હવે ખુલશે એકટરના મોતનું રહસ્‍ય

હત્‍યા કે આત્‍મહત્‍યા ? ટુંક સમયમાં ધડાકો

મુંબઇ,તા. ૨૯: સુશાંત સિંહ રાજપૂત કેસમાં એઈમ્‍સે સીબીઆઈને રિપોર્ટ સોંપી દીધો છે. કેન્‍દ્રીય તપાસ એજન્‍સીએ AIIMSના રિપોર્ટનું વિશ્‍લેષણ પણ શરૂ કરી દીધું છે. સીબીઆઈ દ્વારા ઉપલબ્‍ધ બીજા પુરાવાની સાથે એ તારણ કાઢવામાં આવી રહ્યું છે કે સુશાંતની હત્‍યા થઈ હતી કે તેણે આત્‍મહત્‍યા કરી હતી.

હવે સીબીઆઈ એઇમ્‍સના રિપોર્ટ પર અંતિમ નિર્ણય લેશે. સુશાંતસિંહ રાજપૂતની હત્‍યા થઈ છે કે તેણે આત્‍મહત્‍યા કરી છે તેમની પાસે ઉપલબ્‍ધ પુરાવાના આધારે સીબીઆઈ આ તારણ પર આવશે. સીબીઆઈને ઓટોપ્‍સી અને વિસેરાનો તપાસ રિપોર્ટ સુપરત કરવામાં આવ્‍યો છે. સીબીઆઈ બીજા પુરાવાની સાથે રિપોર્ટને મેચ કરશે. રિપોર્ટના આધારે સીબીઆઈ પોતાની તપાસ આગળ ધપાવશે.

આપને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે સુશાંતનો કેસ હવે સીબીઆઈ માટે મોટી પ્રાથમિકતા નથી. પરંતુ હવે એઈમ્‍સનો રિપોર્ટ સીબીઆઈને સુપરત કરવામાં આવ્‍યો છે, ત્‍યારે તપાસ એજન્‍સી એકવાર એકશનમાં દેખાશે અને અભિનેતાના મૃત્‍યુ સાથે જોડાયેલાઘણા રહસ્‍યો બહાર આવશે.

સીબીઆઈનું કહેવું છે કે તેઓ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે અને સુશાંતના મોતની તપાસ પ્રોફેશનલ રીતે કરવામાં આવી રહી છે. તમામ પાસાઓની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ હવે આ મામલે સુશાંતના પરિવાર અને તેની બહેનોની પૂછપરછ કરી શકે છે.

થોડાંક સમય પહેલા વિકાસસિંહે કહ્યું હતું કે શરૂઆતમાં જે રીતે કેસની તપાસ કરવામાં આવી હતી, તે મુજબ તાજેતરમાં જ કેસની તપાસમાં ઢીલ જોવા મળી છે. આ કેસનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવાની જરૂર છે.

કારણ કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ આ કેસમાં પુરાવા ખત્‍મ થતા જાય છે. આપને જણાવી દઈએ કે અભિનેતાએ ૧૪ જૂને તેના બાંદ્રા સ્‍થિત ફ્‌લેટ પર ફાંસી પર લટકેલો હતો. ત્‍યારથી આ કેસ જટિલ છે.

(11:45 am IST)