મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ગુજરાતમાં ૮ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે

ચૂંટણી પંચની આજે બેઠક : ૬૪ વિધાનસભા અને ૧ લોકસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરાશે

નવી દિલ્હી તા. ૨૯ : દેશમાં ૬૪ વિધાનસભા બેઠકો અને ૧ લોકસભાની બેઠક માટે પેટાચૂંટણી થવાની છે. આ ૬૪ વિધાનસભાની બેઠકોમાંથી ૨૮ બેઠકો મધ્યપ્રદેશની છે. ચૂંટણી પંચ આ બેઠકો પર પેટા ચૂંટણી કરવાને લઇને આજે એક બેઠક યોજી રહી છે. જેમાં પેટા ચૂંટણીની તારીખો અંગે નિર્ણય લેવાશે.

ગયા શુક્રવારે ચૂંટણીપંચે બિહાર વિધાનસભાની તારીખો જાહેર કરી હતી. તે વખતે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ૨૯ તારીખે પેટા ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

મધ્યપ્રદેશ સિવાય જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે જેમાં છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની એક-એક બેઠક પર પેટાચૂંટણી થશે તો આસામ, ઝારખંડ, કેરળ, નાગાલેન્ડ, તામિલનાડુ અને ઓડિશાની બે-બે બેઠક પર પેટાચૂંટણી થશે. જ્યારે મણીપુરની પાંચ બેઠકો ઉપરાંત ગુજરાત અને ઉત્તરપ્રદેશની આઠ-આઠ બેઠકો પર પેટાચૂંટણી થવાની છે.

આ ચૂંટણી ભાજપ માટે અગ્નિ પરીક્ષા સમાન થવાની છે.

(10:16 am IST)