મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

એનઆઈએની વધારાની ૩ શાખાઓ ખોલવામાં આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી : એનઆઇએ એ ભારતની એક રાષ્ટ્રીય તપાસ એજન્સી છે : આતંકવાદને ખતમ કરવા માટે તેની રચના કરાઈ છે

નવી દિલ્હી,તા.૨૮ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં અનેક મહત્વપૂર્ણ બાબતો અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (એમએચએ) ઇમ્ફાલ, ચેન્નાઈ અને રાંચીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની વધારાની ત્રણ શાખાઓ સ્થાપવાની મંજૂરી આપી છે.

આપને જણાવી દઈએ કે એનઆઈએ ભારતની એક રાષ્ટ્રીય તપાસ એજન્સી છે, જે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને આતંકવાદને સમાપ્ત કરવા તરફ કામ કરે છે.

આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે નક્કર કાર્યવાહી કરીને તેમની સંપત્તિ જપ્ત કરીને તે વ્યક્તિ કે સંગઠનને આતંકવાદી જાહેર કરીને ભારત સરકારે તેને વિશેષ અધિકાર આપ્યા છે. રાજ્ય સરકારને આમાં દખલ કરવાનો અધિકાર નથી.

ભારતમાં આતંકવાદને ખતમ કરવા માટે એનઆઈએની રચના કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૮ માં ભારત પર મુંબઇ હુમલો થયો હતો. જે પછી એક તપાસ એજન્સીની આવશ્યકતા હતી જે કેન્દ્ર સરકાર હેઠળ હતી અને તે આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે અને તેમને નિષ્ફળ કરી શકે. આતંકવાદને ભંડોળ પૂરું પાડવા, આતંકવાદી હુમલાની ઘટનાઓ અને તેની સાથે જોડાયેલા લોકોની તપાસ માટે રચના કરવામાં આવી છે.

(12:00 am IST)