કેલિફોનિઁયામાં ભારતીય સ્વતંત્રતા દિવસની રંગારંગ ઉજવણી
કેલિફોનિઁયા: દક્ષિણ કેલિફોનિઁયાની પ્રસિદ્ધ ઑરેન્જ કાઉન્ટીની આર્થિક રાજધાની ગણાતા એવા સમૃદ્ધ શહેર 'અર્વાઈન' (Irvine)ના ટર્ટલ રોક કોમ્યુનિટિ સેંટરના સભાગૃહ ખાતે ભારતીયોની વિશાળ હાજરીમાં ૭૨મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆતમાં ભારતના દિવંગત લોકપ્રિય ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.અને ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શૌર્યગીતો, નૃત્યો, ફિલ્મીગીતો,મિમિક્રી વગેરેનો ત્રણ કલાકનો કાર્યક્રમ યોજાયો હતો.
અંતમાં અમેરિકન તથા ભારતીય એમ બન્ને રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન 'Our Indian Culture' નામની સંસ્થા તથા વિવિધ ડાન્સ અકાદમીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેવું શ્રી ગુણવંતભાઈ પટેલ તથા શ્રી કાંતિભાઈ મિસ્ત્રીની યાદી જણાવે છે.