News of Wednesday, 29th August 2018
ચંદીગઢની પહેલી મહિલા કેબ ડ્રાઇવર નીકળી લૂંટ કરતી ટોળકીની સદસ્ય
ચંદીગઢ :થોડાં દિવસ અગાઉ પંજાબનાં મોહાલીમાં બંદૂકની અણીએ એક કાર લૂંટવામાં આવી હતી. આ મામલામાં પોલીસે ચંદીગઢની પહેલી મહિલા કેબ ડ્રાઇવર નવદીપ કૌર ઉર્ફ દીપ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે નવદીપ કૌર લૂંટ કરતી ટોળકીની સદસ્ય છે. આ અંગે જલંધર પોલીસ કમિશનર પ્રવીણ સિન્હાએ જણાવ્યું હતું કે, નવદીપ કૌર આ ટોળકીની સભ્ય છે.
(7:47 pm IST)