મુખ્ય સમાચાર
News of Wednesday, 29th August 2018

પીએમ મોદીએ વારાણસીના ભાજપા પદાધિકારીઓને આપી જાણકારી

સરકારે છેલ્લા ચાર વર્ષમાં ૫ કરોડ લોકોને ગરીબી માંથી મુકત કર્યા

નવી દિલ્હી, તા.૨૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે તેમના ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન ૫ કરોડ લોકોને ગરીબીની રેખા પરથી ઉગારવા મદદ કરી.તેઓએ તેમના લોકસભા ક્ષેત્ર બનારસના ભાજપ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે વાત કરીને તેમને આ જાણકારી આપી.સાથે જ તે વાત પર જોર આપ્યું કે કેન્દ્ર સરકાર વિકાસની દોડમાં પાછળ રહેતા લોકોને મુખ્યધારામાં લાવવા માટે સંકલ્પબદ્ઘ છે.તેઓએ બનારસના કાર્યકર્તાઓને કહ્યું કે તેમના શહેરમાં હવે દરેક લોકો વિકાસ માટે ચાલી રહેલા આંદોલન સાથે જોડાયેલા છે.આવતા વર્ષે જાન્યુઆરીમાં બન્ર્સમાં આયોજિત થનારા હવેના પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમને સફળ બનાવ માટે વડાપ્રધાને શહેરના દરેક નાગરિકોના સહયોગ અને સમર્થનની અપીલ કરી.તેઓએ કાર્યકર્તાઓ સાથે કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પ્રમુખ યોજનાઓનો લાભ યોગય વ્યકિત સુધી પહોચાડવાનું કામ કરવાનું કહ્યુંમ તેઓએ પક્ષ કાર્યકર્તાઓને બનારસમાં સ્વચ્છતા જ સેવા અભિયાનને સફળ બનાવા માટે એકત્રિત થઈને કામ કરવાનું આહવાન કર્યું છે.

(3:55 pm IST)