News of Wednesday, 29th August 2018
દહેરાદૂનમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરુ :રુદ્રપ્રયાગમાં પણ સવારથી વરસાદ ચાલુ
ઉત્તરાખંડમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયા :મધ્યમ વરસાદથી સંભાવના
ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં સવારેથી વરસાદ થઈ રહ્યો છે. દહેરાદૂનની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રિથી વરસાદ થઈ રહ્યો છે. તાપમાનમાં ખાસો ઘટાડો પણ જોવા મળ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે.
રુદ્રપ્રયાગમાં પણ સવારથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ. બુધવારે અહીં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન કેન્દ્રના નિદેશક વિક્રમસિંહે જણાવ્યું છે કે દિવસભર મોહકમપુરમાં 55 અને સર્વેચોકમાં 40 મિલિમીટર વરસાદ રેકોર્ડ થયો હતો. હાલ ત્રીસમી ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ત્યાર પછી હવામાનમાં ફેરફારની શક્યતા છે.
(1:49 pm IST)