News of Wednesday, 29th August 2018
અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ : ઇન્ટરનેટ સેવા બંધ
શ્રીનગર તા. ૨૯ : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ અથડામણ અનંતનાગના મુનવાર્ડ વિસ્તારમાં ચાલુ છે. સુરક્ષાદળોનું માનવું છે કે વિસ્તારમાં લગભગ ૨ આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. આતંકીઓ વિરૂદ્ઘ આ અથડામણમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના તથા સીઆરપીએફના જવાનો સામેલ છે.
સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે. સર્ચ અભિયાન પણ ચાલુ છે. બંને તરફથી અટકી અટકીને ફાયરિંગ થઈ રહ્યું છે.
આતંકીઓના સમર્થનમાં પથ્થરબાજો આવી પહોંચવાની આશંકાને ધ્યાનમાં લેતા સુરક્ષાદળોએ તત્કાળ પગલું ભરીને અનંતનાગ જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
(11:36 am IST)