મુખ્ય સમાચાર
News of Wednesday, 29th August 2018

કેરળના પૂરગ્રસ્તો માટે ખભે રાહત-સામગ્રી ઊંચકીને લઇ ગયા શિક્ષણમંત્રી :વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર રહી ચૂકેલા રવિન્દ્ર નાથને ત્રિશૂરના રાહત કેમ્પની સોંપાઈ છે જવાબદારી

કેરળના પૂરપીડિતો માટે દેશભરમાંથી અનેક સેવાભાવી લોકો સેવા નિભાવી રહ્યાં છે સોશયલ મીડિયામાં તરેહ તરેહના વિડિઓ અને ફોટાઓ પોસ્ટ થાય છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર થયો છે. જેના લોકો ભરપૂર વખાણ કરી રહ્યાં છે. આ વીડિયોને કેરળના પત્રકાર જક્કા જેકબે શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેરળના શિક્ષણ પ્રધાન સી. રવિન્દ્રનાથ રાહત સામગ્રીને પોતાના ખભે લઈને જઇ રહ્યા છે. આ વીડિયો કેરળના એક રાહત કેમ્પનો છે.

રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર રહી ચૂકેલા રવિન્દ્ર નાથને એર્નાકુલમ જિલ્લામાં પૂરપ્રકોપને કારણે જે નુકસાન થયુ છે તેનું હાલમાં રાહતકાર્ય ચાલી રહ્યુ છે. તેની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ પૂરપ્રકોપને કારણે ત્રિશુરમાં જ ફસાઈ ગયા અને સમયસર પહોંચી શક્યા નહીં. બાદમાં તેમને ત્રિશુરના રાહતકેમ્પમાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

(7:56 pm IST)