મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

સ્વિમિંગમાં ચીને યુએસ, ઓસી.ના વર્ચસ્વને તોડ્યું

ફ્રી સ્ટાઈલ સ્વિમિંગની ૪*૨૦૦ મિટરની રીલેમાં વિજય : ચીનની ચાર મહિલાઓએ સાત મિનિટ અને ૪૦.૪૪ સેકન્ડના સમયમાં સ્પર્ધા જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

 

ટોક્યો, તા.૨૯ : ટોકિયો ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ચીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના છેલ્લા ૨૫ વર્ષથી જામેલા વચર્સ્વને તોડી નાંખ્યુ છે.

ચીની ચાર મહિલા સ્વિમર્સે ફ્રી સ્ટાઈલ સ્વિમિંગની *૨૦૦ મિટરની રીલે રેસમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સ્પર્ધકોને પછાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.સ્વિમિંગની ઈવેન્ટમાં ૧૯૯૬થી અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા ગોલ્ડ મેડલ જીતતુ હતુ પણ વખતે ચીનની ચાર મહિલાઓએ સાત મિનિટ અને ૪૦.૪૪ સેકન્ડના સમયમાં સ્પર્ધા જીતી હતી અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

સિલ્વર મેડલ અમેરિકાને મળ્યો હતો. અમેરિકન મહિલાઓએ મિનિટ અને્ ૪૦.૭૩ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે મિનિટ અને ૪૧.૨૯ સેકન્ડનો સમય લીધો હતો. પહેલા *૨૦૦ મિટરની રિલેમાં અગાઉનો વર્લ્ડ રેકોર્ડ મિનિટ અને ૪૧.૫૦ સેકન્ડનો હતો અને રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. જોકે ચીનની મહિલા સ્વીમર્સે હવે નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આમ તો સ્પર્ધા જીતવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ ફેવરીટ હતી. કારણકે ઓસ્ટ્રેલિયાની સ્વિમિંગ સ્ટાર ટિટમસ પહેલા ૨૦૦ મીટર અને ૪૦૦ મિટરની સ્વિમિંગ રેસમાં ગોલ્ડ જીતી ચુકી હતી અને ઈવેન્ટમાં પણ તે ઉતરવાની હતી. જોકે ચીને આશ્ચર્ય સર્જીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન ટીમને હરાવી હતી. સ્વિમિંગમાં ચીનનો બીજો ગોલ્ડ છે. પહેલા ૨૦૦ મીટરની બટર ફ્લાય રેસમાં ચીન ગોલ્ડ જીતી ચુકયુ છે.

(8:51 pm IST)