રાજસ્થાનના યુવાને કાંડા પર પહેરવાનું સેનિટાઇઝર બનાવ્યું
અયાઝ શેખે તેના હેન્ડ સેનિટાઇઝર બેન્ડને રાજય સરકારના આઇ-સ્ટાર્ટ કાર્યક્રમ હેઠળ રજિસ્ટર્ડ કરાવ્યું છે તેમ જ તેના પેટન્ટ માટે પણ અરજી કરી છે
જયપુર, તા.૨૯: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ અયાઝ શેખે કાંડા પર પહેરવાનું હેન્ડ સેનિટાઇઝર 'કોરક્ષક બેન્ડ' તૈયાર કર્યું છે. ૨૫ વર્ષના અયાઝ શેખ જણાવે છે કે તેનાં મમ્મી એક હેલ્થવર્કર છે અને તેમના પર કોરોના વાઇરસ થવાનું જોખમ દ્યણું ઊંચું છે. પોતાની મમ્મીને ધ્યાનમાં રાખતાં તેણે ફરીથી ભરી શકાય એવું કાંડા પર પહેરી શકાય એવું હેન્ડ સેનિટાઇઝર વિકસાવ્યું છે. ઝાલાવાડના ચીફ મેડિકલ હેલ્થ ઓફિસર સાજિદ ખાને જણાવ્યું હતું કે તેમના ડિપાર્ટમેન્ટે આવા ૬૦૦ યુનિટ્સ મેળવ્યા છે તથા સરકારી કેન્દ્રો પરની નર્સો અને હેલ્થવર્કરોએ એનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. આમ એક વખત રીફિલ કર્યા બાદ આ પમ્પમાંથી લગભગ ૧૫૦ વાર સ્પ્રે કરાય છે.
અયાઝ શેખે તેના હેન્ડ સેનિટાઇઝર બેન્ડને રાજય સરકારના આઇ-સ્ટાર્ટ કાર્યક્રમ હેઠળ રજિસ્ટર્ડ કરાવ્યું છે તેમ જ તેના પેટન્ટ માટે પણ અરજી કરી છે.