મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

ટ્વીટરે દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટ અસ્પષ્ટ હોવાનું કોર્ટનું મંતવ્ય : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી 2021 રુલ્સની સંપૂર્ણપણે અવગણના છે : સ્પષ્ટ શબ્દો સાથે એક સપ્તાહમાં ફરીથી એફિડેવિટ રજૂ કરવાનો આદેશ : આગામી મુદત 6 ઓગસ્ટના રોજ

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ગઈકાલ બુધવારે ટ્વીટરમાં અધિકારીઓની નિમણુંક અંગે કોર્ટ સમક્ષ અસ્પષ્ટ એફિડેવિટ કરી હોવાનું જણાવ્યું હતું.

નામદાર ન્યાયધીશ સુશ્રી રેખા પલ્લીએ જણાવ્યું હતું કે એફિડેવિટમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી 2021 રૂલ્સની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે.  અધિકારીઓની નિમણૂક અંગે અસ્પષ્ટ એફિડેવિટ ફાઇલ કરવા માટે ટ્વિટર ઇન્કને જણાવ્યું હતું કે જો આઇટી રુલ્સનું પાલન કરવું હોય તો ખરા દિલથી કરો.આ વખતે ફરીથી એફિડેવિટ રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય આપું છું. હવે કોર્ટ ફરીથી સમય આપશે નહીં.

એફિડેવિટમાં કન્ટીજન્ટ ઓફિસર શબ્દ ઉપર જસ્ટિસ પલ્લીએ વાંધો ઉઠાવ્યો હતો. અને જણાવ્યું હતું કે આ કન્ટીજન્ટ ઓફિસર શું છે ? કંપનીમાં બધું આકસ્મિક ચાલતું લાગે છે.

જેના જવાબમાં એડવોકેટ સજાન પૂવ્યાએ જણાવ્યું હતું કે અમે ફરીથી યોગ્ય શબ્દો સાથે એફિડેવિટ રજૂ કરીશું. જે માટે નામદાર કોર્ટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.

કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ રજૂઆત કરી હતી કે ટ્વિટર ઇન્ક દ્વારા નિયુક્ત કરેલા ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર  કોઈ કર્મચારી નથી . અને આઇટી રૂલ્સ, 2021 ના નિયમ 4 મુજબ આ હોદા માટે કંપનીના વરિષ્ઠ કર્મચારીની નિમણુંક જરૂરી છે.તેમણે  પૂછ્યું હતું  કે ટ્વીટરે ભારતમાંથી 7 મિલિયન ડોલરની કમાણી કરી છે તેમ છતાં તે અધિકારીઓની નિમણુંક કરવામાં અસ્પષ્ટ શા માટે છે ? તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

(1:55 pm IST)