મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

સિંધુ પણ કવાર્ટર ફાઈનલમાં: મેડલની આશા

ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને હરાવીઃ સિંધુએ રિયો ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો

નવીદિલ્હીઃ  ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં સારી શરૂઆત કરી છે. સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવીને કવાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પીવી સિંધુએ ૨૦૧૬ રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે આવું કરનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી. તે વધુ મે મેચ જીતે છે તો તેને મેડલ મળવો નક્કી માનવામાં આવશે.

પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરૂદ્ધ સારી શરૂઆત કરી. પહેલી ગેમમાં તે એક સમયે ૧૧-૬થી આગળ હતી. ત્યારબાદ સ્કોર ૧૩-૧૧ થઈ ગયો. બાદમાં ૧૬-૧૨ સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર ૧૬-૧૫ થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ ૨૧-૧૫થી જીતી લીધી. આ ગેમ ૨૨ મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી ૧૪ શોટની રહી. સિંધુને ઓલમ્પિકમાં છઠ્ઠો રેન્ક મળી ગયો છે.

બીજી ગેમમાં પણ પીવી સિંધુએ સારી શરૂઆત કરી અને ૫-૦થી આગળ થઈ ગઈ. ત્યારબાદ મિયા બ્લિચફેલ્ટે કેટલાક સારો શોટ રમ્યા અને સ્કોર ૩-૬ થઈ ગયો. હાફ ટાઇમ સુધી પીવી સિંધુ ૧૧-૬ની સરસાઈ સાથે રમી રહી હતી. અંતમાં તેણે આ ગેમ ૨૧-૧૩થી જીતીને અંતિમ-૮માં સ્થાન મેળવી લીધું. આ ગેમ ૧૯ મિનિટ ચાલી. આ ગેમની સરેરાશ રૈલી ૧૦ શોટની રહી.

(12:57 pm IST)