ભારતનો ધ્વજ બોકસીંગ રીંગમાં ફરકયો
બલ્લે...બલ્લે... બોકસીંંગમાં સતિષકુમાર કવાર્ટર ફાઇનલમાં
હેવી વેઇટ બોકસરનો હવે ઉઝબેકીસ્તાન સાથે જંગ
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો વિજય ધ્વજ બોકસીંગ રિંગની અંદર પણ જોવા મળ્યો હતો. પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં ભારતના સતીષ કુમારે જીત સાથે ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો. તેણે પૂર્વ કવાર્ટર ફાઈનલ મેચમાં જમૈકાના બોકસર રિકાર્ડો બ્રાઉનને ૪-૧થી હરાવી હતી. આ જીત સાથે સતીશ કુમાર કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે, જ્યાં હવે તેનો મુકાબલો નંબર વન સીડ ઉઝબેકિસ્તાન બોકસ સામે થશે. એટલે કે, પડકાર મોટો હશે.
૧૬ ના રાઉન્ડમાં, ભારતના સતિષ કુમારે ૩૦-૨૭થી પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. બીજા રાઉન્ડમાં પણ તેણે ૩૦-૨૭થી જીત મેળવી હતી. જોકે, જમૈકનનો બોકસર રિકાર્ડો બ્રાઉન ત્રીજા રાઉન્ડમાં પાછો ફર્યો અને ૨૯-૨૮થી જીત મેળવ્યો. આ પછી, સતિશે ચોથી રાઉન્ડ ૩૦-૨૭થી જીત્યો, જ્યારે પાંચમા રાઉન્ડમાં તે ૩૦-૨૬થી આગળ હતો. અને, આમ તેની પ્રથમ ઓલિમ્પિકસ રમીને, તેણે તેની પ્રથમ મેચમાં ૪-૧થી જીત મેળવી હતી.