મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

અમેરિકામાં કોરોનાનો કહેર વધ્યો : છેલ્લા 24 કલાકમાં 60 હજાર નવા કેસો નોંધાયા

જોખમી વિસ્તારોમાં રસી અપાવનારા લોકોને ફરીથી માસ્ક પહેરવાનું ફરજિયાત

નવી દિલ્હી : અમેરિકામાં કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે અને કેસો પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે. યુએસએમાં એક દિવસમાં 60 હજાર નવા કેસ નોંધાવવાના લીધે લોકોમાં દહેશતનો માહોલ પેદા થયો છે. અમેરિકાના જોખમી વિસ્તારોમાં રસી અપાવનારા લોકોને ફરીથી માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિરેક્ટર રોશેલ વેલેન્સકીએ જણાવ્યું હતું કે આ રસી અસરકારક છે, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચેપનું જોખમ વધ્યું છે. આવી સ્થિતિમાં, પોતાને અને સમાજને બચાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સીડીસીએ કહ્યું કે જે લોકોને વધુ ચેપ લાગતા વિસ્તારોમાં રસીના બંને ડોઝ મળ્યા છે તેઓને માસ્ક પણ પહેરવો પડશે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 હજારથી વધુ કેસ નોંધાયા છે. નિષ્ણાંતો અને ડોકટરો પણ એક દિવસમાં આટલી મોટી સંખ્યા જોઈને આશ્ચર્યચકિત થાય છે. તે જ સમયે, પ્રમુખ બિડેન પણ કોરોના કેસોમાં વધારાને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા રસીકરણ અભિયાનને વધુ સુધારણા પર આગ્રહ કરશે.

સીડીસીના ડેટા અનુસાર, કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની અસર દક્ષિણ અમેરિકામાં વધુ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો જોવા મળી રહ્યા છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ અત્યાર સુધીમાં લગભગ 85 દેશોમાં કરવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેને અત્યાર સુધીનો સૌથી જોખમી વેરિયન્ટ તરીકે વર્ણવ્યું છે, આ વેરિયન્ટ એવો છે કે રસી લેનારને પણ નિશાનો બનાવી રહ્યો છે.

(12:33 am IST)