મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

ફેસબુક ઉપર રાજીનામું આપનાર આનંદીબેન પછી ઉદ્ધવ ઠાકરે બીજા મુખ્યમંત્રી બન્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક  ઉપર રાજીનામું જાહેર કરનારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દેશના બીજા સીએમ બન્યા છે. આ પહેલા ૧ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર પોસ્ટ કર્યું હતું.

   

(10:23 pm IST)